નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ રાજકોટમાં 11 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસી થાય તે માટે અધિક કલેક્ટર દ્વારા ગૃહ મંત્રીને આવદેન આપવામાં આવ્યું
નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ રાજકોટમાં 11 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસી થાય તે માટે અધિક કલેક્ટર દ્વારા ગૃહ મંત્રીને આવદેન આપવામાં આવ્યું
હાલમાં દિવસે ને દિવસે રેપ સામે આવતા જાય છે જેટલા દારૂ ના કેશ નથી થતા તેનાથી વધારે ભારતમાં રેપ કેસ જોવા મળે છે ગુનેગારો ને પોલીસ પ્રશાસન કે પછી સરકારની કોઈ બીક જ નથી અને ગુનેગારો ખુલ્લેઆમ દીકરીઓની આબરૂ લૂંટવા તૈયાર જ બેઠા છે જ્યાં મોકો મળે ત્યાં દુષ્કર્મ કરવા તૈયાર બેઠેલા છે અને દિવસે ને દિવસે દુષ્કર્મ ફરિયાદો વધતી જાય છે અને આપણા દેશ માં દીકરી ને દેવી નું સ્વરૂપ માનવામાં આવે છે અને જો આપના દેશ માં દેવી સાથે આવા કૃત્ય થાય તો આપણા દેશમાં દીકરીઓની સુરક્ષા નું શુ થશે તે એ સવાલ છે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ હેઠળ કમલેશભાઈ પાટડીયા દ્વારા અધિક કલેકટર દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાહેબ ને આવદેન પત્ર આપી કડક પગલાં લેવા માંગ કરી હતી